ETV Bharat / state

સફેદ મુસળીની સફળ ખેતી, એક કિલોનો ભાવ 2000 રૂપિયા મળતા ખેડૂતો રાજીના રેડ

વલસાડ પંથકના ખેડૂતો હાલ સફેદ મુસળીના ખેતીકાર્યમાં પરોવાયેલા છે. સફેદ મુસળી આરોગ્ય માટે ફાયદાકારી હોવાની સાથે ખેડૂતોને સારો આર્થિક ફાયદો પણ કરાવી રહી છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

વલસાડ: ધરમપુર નજીકના સરહદી વિસ્તારના 30થી વધુ ગામોમાં ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને ઔષધિય છોડ "સફેદ મૂસળી"ની ખેતી તરફ ઢળી રહ્યા છે. આ કુદરતી અને ઔષધિય પાક માટે આ ગ્રામ્ય વિસ્તારોની જમીન અને પર્યાવરણ ખુબ માફક આવી રહ્યું છે. અને હવે તે અહીંના ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે. હાલમાં બજારમાં સફેદ મૂસળીના એક કિલોનો ભાવ 2000 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને સારો નફો મળવા લાગ્યો છે.

કેમ ખાસ છે સફેદ મૂસળી ?

  • સફેદ મૂસળી એ એક ઔષધિય છોડ છે
  • મૂસળી જેની મૂળું આયુર્વેદ અને મેડિકલ ઉદ્યોગ માટે ખૂબ ઉપયોગી છે
  • મૂસળીનું વિજ્ઞાનિક નામ 'ક્લોરોફાઇટમ બોરીવિલિયાનમ" છે
  • મૂસળીમાં ઊંચી માત્રામાં સ્ટેરોઇડ, સેપોનીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે આરોગ્ય માટે બહુ જ મહત્વપૂર્ણ છે.
  • આયુર્વેદમાં પ્રાચીન કાળથી શક્તિવર્ધક, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને પુનર્જીવન મેડિસિન તરીકે જાણીતી છે.
વલસાડ પંથકના ખેડૂતો કરી રહ્યાં છે સફેદ મુસળીની સફળ ખેતી (Etv Bharar Gujarat)

મૂસળીના ઔષધિય ગુણધર્મો:

  • સફેદ મૂસળીના સેવનથી શરીર મજબૂત બને છે અને સામાન્ય શારીરિક થાક ઘટાડવામાં મદદ મળે છે
  • શરીરના પ્રાકૃતિક રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે.
  • પુરુષ અને સ્ત્રી બંને માટે પ્રજનન તંત્રને મજબૂત બનાવે છે અને હોર્મોનલ બેલેન્સમાં મદદરૂપ છે
  • આ ઔષધિય મૂળું શરદી, સાઇનસ, લોહીનો અભાવ અને પાચન તંત્રને સુધારવા માટે ખૂબ ઉપયોગી છે.
  • આ છોડનો ઉપયોગ ડાયાબિટીસમાં ખૂણાબંધ સુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ થાય છે.
સફેદ મૂસળીના અઢળક ફાયદા
સફેદ મૂસળીના અઢળક ફાયદા (Etv Bharar Gujarat)

ઓછા ખર્ચમાં ઓછો ફાયદો: સફેદ મૂસળીની ખેતી માટે વધુ ખર્ચની જરૂર નથી પડતી, ચોમાસાની શરૂઆતમાં જમીન તૈયાર કરીને પાક વાવવામાં આવે છે, અને તેની વૃદ્ધિ માટે મુખ્યત્વે વરસાદી પાણી પર આધાર રાખવામાં આવે છે. તેના ઉત્પાદન માટે કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાની પણ જરૂરી પડતી નથી, જેથી ખેતીના ખર્ચમાં ઘટાડો કરે છે. ખેડૂતો એક મહિના પહેલા ખેતરો તૈયાર કરીને બિયારણ કરે છે. સાતથી નવ મહિના પછી પાક તૈયાર થાય છે અને તેનો છોડ ઝડપથી વધે છે. તેની માંગ સતત વધતી હોવાના કારણે, સ્થાનિક માર્કેટમાં સીધું વેચાણ સરળ બને છે.

સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારી છે સફેદ મુસળી
સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારી છે સફેદ મુસળી (Etv Bharat Gujarat)

1 કિલો સફેદ મુસળીનો ભાવ 2 હજાર રૂપિયા: હાલમાં 1 કિલો સફેદ મૂસળી 2000 રૂપિયાના બજાર ભાવે વેચાઈ રહી છે. મોટા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો, આયુર્વેદિક દવાઓના ઉત્પાદકો અને નિકાસકારોની તરફથી તેની ભારે માંગ છે. ખેડૂતો માટે આ ખેતીનુ મૂલ્ય એટલું ઊંચું છે કે સામાન્ય ઘઉં, મકાઈ કે રાઈના ઉત્પાદન કરતાં આ છોડની ખેતી ઘણા ગણો વધુ નફો આપી શકે છે.

એક કિલો સફેદ મુસળીનો ભાવ 2000 રૂપિયા
એક કિલો સફેદ મુસળીનો ભાવ 2000 રૂપિયા (Etv Bharat Gujarat)

સફેદ મૂસળીના છોડનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઉપરાંત, પોષક પાવડર, આયુર્વેદિક ટોનિક અને પોષણસંભાળ ઉત્પાદનોમાં થાય છે. તેના આરોગ્યપ્રદ ગુણધર્મો વધતા થકી ઘરગથ્થુ બજાર અને નિકાસ બંનેમાં તેની માગ ઊંચી છે. ખાસ કરીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવતી નવી પેઢીમાં સફેદ મૂસળી આધારિત ઉત્પાદનો પ્રચલિત બન્યા છે.

સફેદ મુસળીની સફળ ખેતી
સફેદ મુસળીની સફળ ખેતી (Etv Bharat Gujarat)

આ નફાકારક પાકને કારણે ધરમપુરના આ ગામોમાં ખેડૂતો હવે પરંપરાગત પાકોની જગ્યાએ આટલી મહત્ત્વની ઔષધિય ખેતી તરફ વળ્યા છે. આ પાકના કારણે તેઓ ખૂબ ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યા છે. સરકાર પણ ગરીબ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સહાય યોજના અને તાલીમ શિબિરો શરૂ કરી રહી છે.

હાલ તો સફેદ મૂસળીની ખેતી ખેડૂતો માટે માત્ર નફાકારક જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ ખેતીનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે. ધરમપુરના આ ગામોએ તેમના પ્રયોગથી દેશના અન્ય વિસ્તારો માટે પ્રેરણા પૂરું પાડી છે.

  1. જામફળનું હબ ભાવનગર, જાણો અનેક રોગોમાં ફાયદાકારક જામફળના ભાવ અને તેના ફાયદા વિશે
  2. અહો આશ્ચર્યમ: ગીર વિસ્તારના આંબા પર આવી ગઈ કેસર કેરીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.