અમદાવાદ : આજે 04 ફેબ્રુઆરી, મંગળના રોજ ચંદ્ર મીન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપનો દિવસ અનુકૂળતાભર્યો રહે. આપના તમામ કાર્યોમાં સફળતા મળતાં આપ મનમાં હર્ષ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આર્થિક ક્ષેત્રે આપનો દિવસ લાભદાયી નીવડે. મિત્રો અને સગાં સ્નેહીઓ સાથે મિલન થતાં ઘરનું વાતાવરણ આનંદ ઉલ્લાસભર્યું રહે. ઉત્તમ વસ્ત્રો અને ભોજન મળે. મિત્ર વર્ગ તથા શુભેચ્છકો તરફથી ભેટ- ઉપહાર મળતાં પ્રસન્નતા અનુભવો.
વૃષભ: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજના દિવસે આપને સાવચેતીથી ચાલવાની સલાહ છે. આજે આપના મનમાં અનેક પ્રકારની ચિંતાના વાદળો છવાયેલા રહેશે. સ્વાસ્થ્ય પણ નરમગરમ રહે, ખાસ કરીને આંખોમાં તકલીફ હોય તેમણે સંભાળવું. સ્નેહીજનો અને પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો ટાળવા તેમજ અગાઉથી ખટરાગ હોય તો ભુલવાનો પ્રયાસ કરવો. આપના આદરેલાં કાર્યો પાર પાડવા માટે વધુ મહેનત થાય. ખર્ચનું પ્રમાણ વધશે. મહેનતનું યોગ્ય વળતર ન મળે તો પણ પ્રયાસ ચાલુ રાખવા. અવિચારી પગલાં કે નિર્ણયથી તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે..
મિથુન: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. સુંદર મજાના સ્થળે પર્યટનનું આયોજન સમગ્ર દિવસને હર્ષોલ્લાસભર્યો બનાવી દે. જીવનસાથીની શોધમાં હશો તો આજે તે માટે અનુકૂળ દિવસ છે. પત્ની તેમજ પુત્ર સાથે વધુ સંવાદિતતા રહેવાથી દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો.
કર્ક: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપ ઘરના સુશોભનમાં વધારે સમય પસાર કરશો. ઘર માટે નવું ફર્નિચર ખરીદી શકશો. વેપાર અને નોકરીમાં લાભ થશે તથા પદોન્નતિ થવાની પણ શક્યતા છે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો. આપના માનમોભામાં વધારો થાય. નાણાંકીય ફાયદો થવાની પણ શક્યતા છે. આજે દરેક કામ સારી રીતે અને સરળતાથી પૂરા કરી શકશો.
સિંહ: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. નોકરી વ્યવસાયમાં વિધ્નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉપરી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે. ક્રોધને વશમાં રાખવામાં આપની ભલાઈ છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્તિભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.
કન્યા: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. મૌન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સ્વભાવની ઉગ્રતાના કારણે કોઈનાથી મનદુ:ખ થાય તેવી શક્યતા વધુ રહેશે. હિતશત્રુઓ આપને પરેશાન કરવાનો પ્રયાસ કરે જેથી સાવધાન રહેવું. નવા કાર્યની શરૂઆતમાં વધુ સતર્ક રહેવું. જળાશયોથી દૂર રહેવું હિતમાં છે. વધુ પડતો ખર્ચ થશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્યમય બાબતોમાં રૂચિ જાગશે.
તુલા: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. રોજબરોજના કામકાજથી રાહત મનોરંજન મેળવવા આપ પાર્ટી, નાટક કે ફિલ્મ માણો તેમજ હરવા-ફરવાનું ગોઠવો અને મિત્રોને મળો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની નિકટતા આપને ખુશીની અનુભૂતિ કરાવશે. આપ કોઇ પ્રસંગ માટે નવા વસ્ત્ર-અલંકારો ખરીદશો. લોકો દ્વારા માન સન્માન મેળવી શકશો. તેમ જ જીવનસાથીની નિકટતા પણ માણી શકશો.
વૃશ્ચિક: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે પરિવારનું વાતાવરણ ખૂબ આનંદ ઉલ્લાસમય રહે. આપ તનમાં ચેતના અને સ્ફૂર્તિ તથા મનમાં આનંદનો અનુભવ કરો. હરીફો અને શત્રુઓની ચાલ નાકામિયાબ નીવડે. નોકરીધંધાના સ્થળે સહકર્મચારીઓનો સારો સહકાર સાંપડે. સ્ત્રીમિત્રો સાથે મિલન મુલાકાત થાય. આર્થિક લાભના સંકેત મળે છે. આપના અધૂરાં કામો પૂર્ણ થાય. બીમાર વ્યક્તિને બીમારીમાં રાહત મળતી જણાય.
ધન: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપને સંતાનોના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યની થોડી ચિંતા રહ્યા કરશે. પેટની લગતી તકલીફો આપને સતાવે. કામમાં સફળતા માટે આપને મહેનત વધારવાની ખાસ સલાહ છે. આપે આપના મિજાજને અંકુશમાં રાખવો જોઇએ. આપ કલા અને સાહિત્યમાં વધુ રસ લેતા થશો. આપના પ્રિયજનને મળીને આપ રોમાંચ અનુભવશો. આપે ચર્ચા અને વિવાદથી દૂર રહેવું જોઇએ.
મકર: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. તાજગી સ્ફૂર્તિનો અભાવથી અસ્વસ્થતા અનુભવાય. મનમાં વધુ પડતા વિચારો અને લાગણીશીલતા રહે. પરિવારના સભ્યો સાથે અણબનાવ કે તકરાર ટાળવાની સલાહ છે. સમયસર ભોજન અને શાંત નિદ્રા લેવાની સલાહ છે. સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન અથવા તેમની સાથે કોઇક કારણસર તકરાર થાય નહીં તે માટે તેમની સાથે વર્તનમાં સંભાળવું. ધનખર્ચ સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
કુંભ: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપને ચિંતામાંથી રાહત અનુભવાશે અને આપનો ઉત્સાહ વધશે તેમ જણાઈ રહ્યું છે. આપને મિત્રો અને સગાવ્હાલાઓ તરફથી લાભ થઇ શકે છે. કોઇ મુલાકાત અથવા પ્રવાસમાં મિત્રો અને સ્નેહીઓ સાથે આનંદ માણી શકશો. પ્રિયજનની નિકટતા અને લગ્નજીવનની મધુરતા માણી શકશો. આપને નાણાંકીય લાભ થાય અને સમાજમાં માન-પાન મેળવી શકશો તેમ જણાઈ રહ્યું છે.
મીન: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. ક્રોધના કારણે કોઇ સાથે તકરાર કે મનદુ:ખ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શરીરમાં પણ થોડી સુસ્તિ અને નબળાઈ જેવું લાગશે. આ ઉપરાંત, આંખની કાળજી રાખવી. પરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે વાતચીત કરવામાં વિનમ્રતા રાખવી. ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. નકારાત્મક વિચારો આપના મન પર હાવિ ન થાય તેનું ધ્યાન રાખવું. ખાનપાન પર સંયમ રાખવો. એકંદરે આજનો દિવસ સમજી વિચારીને ચાલવા જેવો છે.