કટક: બારાબતી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ભારત - ઈંગ્લેન્ડ બીજી વનડે મેચમાં કેપ્ટનમ રોહિત શર્મા તેના જૂના અવતારમાં દેખાઈ રહયો છે, જેની સૌ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ભારતનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ બાબતમાં તેણે મહાન ક્રિકેટર અને દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. રવિવાર, 9 ફેબ્રુઆરીના રોજ બારાબાતી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન રોહિતે એક અવિશ્વસનીય સિદ્ધિ હાંસલ કરી છે.
Half-century for Captain Rohit Sharma! 🔥
— BCCI (@BCCI) February 9, 2025
His 58th FIFTY in ODIs 💪
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/xC8JMbU43C
સચિન તેંડુલકર 346 મેચમાં 48.07 ની સરેરાશથી 15,335 રન સાથે બીજા સ્થાને હતા. 37 વર્ષીય રોહિત તેંડુલકરના સ્કોરથી માત્ર 50 રન પાછળ હતો અને તેણે પોતાના ખાસ શોટથી ચોગ્ગો ફટકારીને તેંડુલકરને પાછળ છોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઓપનરોમાં વીરેન્દ્ર સેહવાગ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે, જેમણે 321 મેચોમાં 41.90 ની સરેરાશથી 15,758 રન બનાવ્યા છે. આ સાથે રોહિતે તેની 58મી આંતરરાષ્ટ્રીય વનડે સદી ફટકારી છે.
The flick first and then the loft! 🤩
— BCCI (@BCCI) February 9, 2025
Captain Rohit Sharma gets going in Cuttack in style! 💥
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/uC6uYhRXZ4
રોહિત હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીયોની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન સનથ જયસૂર્યા ટોચના સ્થાને છે, ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેઈલ, ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર ઓપનર ડેવિડ વોર્નર, દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ હેન્સ અને સેહવાગનો ક્રમ આવે છે.
વનડેમાં, નાગપુરમાં જન્મેલા રોહિતે 180 વનડેમાં 8892 રન (આ અહેવાલ લખાય છે ત્યારે) બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે 2,797 રન અને T20I માં 3,750 રન પણ બનાવ્યા છે.
Back to Back FIFTIES for Shubman Gill ✨
— BCCI (@BCCI) February 9, 2025
The #TeamIndia Vice-captain gets to his 15th ODI Half-century 👌👌
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/iBrlAULt6f
નોંધનીય છે કે, રોહિતે વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં દિગ્ગજ ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડને પણ પાછળ છોડી દીધો છે. તે હવે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી પછી ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ મેચ પહેલા, રોહિતે ODI માં 10,868 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: