જૂનાગઢ: જિલ્લામાં આજે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ સ્વાદ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 15 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. અહીં સ્વાદ ઉત્સવમાં સામેલ થઈને બહેનોએ માત્ર રસોઈની સોડમથી અવનવા પકવાન બનાવીને સ્વાદ રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આંખે ન જોઈ શકતી બહેનોએ ખૂબ જ સફળતાપૂર્વક રસોઈ બનાવી હતી. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ જે આંખે જોઈ શકતા બહેનો માટે પણ ખૂબ ચેલેન્જ રૂપ માનવામાં આવે છે તેવી મીઠાઈ, નમકીન અને પંજાબીની સાથે પાવભાજી બનાવીને સ્વાદના રસિકોને આકર્ષિત કર્યા હતા.
નેત્રહીન બહેનોએ બનાવી સ્વાદિષ્ટ રસોઈ: 'અખિલ ગુજરાત નેત્રહીન સ્વાદ ઉત્સવ કાર્યક્રમ' નું આયોજન જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણા ધામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી બહેનોએ ભાગ લઈને પ્રજ્ઞાચક્ષુ સ્વાદ ઉત્સવને ચાર ચાંદ લગાવી દીધા હતા. સમગ્ર રાજ્યમાંથી 15 જેટલી બહેનો કે જે આંખે જોઈ શકતી ન હતી તેમ છતાં તેમને ખૂબ જ સ્વાદિષ્ટ અને ભલભલા રસોઈયાઓને પણ એક વખત વિચારતા કરી મૂકે તે પ્રકારે સ્વાદિષ્ટ રસોઈ બનાવીને સૌ કોઈને આકર્ષિત કર્યા હતા.
![અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ સ્વાદ ઉત્સવ કાર્યક્રમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-sweet-vis-01-byte-02-pkg-7200745_09022025204251_0902f_1739113971_14.jpg)
રાજ્ય સ્તરીય પ્રજ્ઞાચક્ષુ સ્વાદ ઉત્સવમાં બહેનોએ બનાવેલી રસોઈ આંખે જોઈ શકતા સ્વાદ રસિક લોકોએ ચાખી તેને પારખવાની હતી. આંખે ન જોઈ શકતી બહેનોએ જે પ્રમાણે રસોઈ બનાવી છે તેનો સ્વાદ માણીને અહીં આવેલા સ્વાદના રસિકોએ પણ બહેનોના આ પ્રયાસને ખૂબ જ બિરદાવ્યા હતા.
![બીટના લાડુથી માંડીને નુડલ્સ અને પાવભાજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-sweet-vis-01-byte-02-pkg-7200745_09022025204251_0902f_1739113971_492.jpg)
![બીટના લાડુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-sweet-vis-01-byte-02-pkg-7200745_09022025204251_0902f_1739113971_153.jpg)
મીઠાઈ, નમકીન અને પંજાબી રસો નો સ્વાદ: પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા આ કાર્યક્રમમાં ગાજરનો હલવો, ચાપડી ઊંધિયું, પનીર મસાલા, મેથીના મુઠીયા, ઢોકળા પાવભાજી, અને ખાસ બીટના લાડુની સાથે નુડલ્સ, દાબેલી, પરોઠા, ઊંધિયું, પાપડ આ બધી વસ્તુઓ સ્વયં બનાવીને એક અદના રસોઈયા તરીકે તેમની અલગ છાપ અને ઓળખ ઊભી કરી હતી. જેનો સ્વાદ માણીને સ્વાદના રસિકો પણ એકદમ ખુશીથી બહેનોના આ પ્રયાસને બિરદાવી રહ્યા હતા.
![માત્ર સોડમના સથવારે નેત્રહીન બહેનોએ બનાવ્યા અવનવા પકવાનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-sweet-vis-01-byte-02-pkg-7200745_09022025204251_0902f_1739113971_361.jpg)
![માત્ર સોડમના સથવારે નેત્રહીન બહેનોએ બનાવ્યા અવનવા પકવાનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-01-sweet-vis-01-byte-02-pkg-7200745_09022025204251_0902f_1739113971_1080.jpg)
આંખે ન દેખાતું હોવા છતાં પણ સ્વાદની સાથે તેમાં ભેળવવામાં આવેલા મસાલાનું પ્રમાણ અને તેના રંગની સાથે મીઠાઈથી લઈને પાઉભાજી, પનીર મસાલા, નુડલ્સ, બીટના લાડુનો સ્વાદ એકદમ પ્રોફેશનલ અને વ્યાપારિક ધોરણે જે લોકો બનાવે છે બિલકુલ તે જ પ્રકારનો જોવા મળ્યો હતો. જેને ચાખીને કરીને સ્વાદ રસિકો પણ ખુશખુશાલ થયા હતા.
આ પણ વાંચો: