ETV Bharat / state

નડિયાદમાં 3 લોકોનું શંકાસ્પદ મોત: પરિજનોએ લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી, મોતનું કારણ અકબંધ... - 3 PEOPLE DIED IN KHEDA

ખેડા જીલ્લાના નડિયાદમાં 3 વ્યક્તિના મોત થયા છે. જેમણે દેશી દારુ પીવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિના મોત થયા પરિજનોએ લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી
ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિના મોત થયા પરિજનોએ લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2025, 1:16 PM IST

ખેડા: નડિયાદમાં 3 વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. ત્યારે તેઓએ દેશી દારુ પીધો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં પીધેલી હાલતમાં 3 વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. 3 વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. તેમજ લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

દેશી દારુથી મોત થયાની આશંકા: નડિયાદના જવાહરનગરમાં ગત રાત્રિએ પીધેલી હાલતમાં 3 વ્યક્તિઓ ગંભીર સ્થિતિમાં મળી આવ્યા હતા. જેથી દેશી દારુના લીધે 3 લોકોના મોત થયું હોય તેવું જણાઈ આવે છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દેશી દારુ પીવાના લીધે તેઓના મોત થયા છે. આ 3 વ્યક્તિઓએ જવાહરનગર વિસ્તારમાં દારુ પીધો હતો.

ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિના મોત થયા પરિજનોએ લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી (Etv Bharat Gujarat)

3 વ્યક્તિઓના મોત: નડિયાદ શહેરમાં પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર 2 વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેમાં પાણીપુરીનો ધંધો કરતા 45 વર્ષીય યોગેશકુમાર ગંગારામ કુશ્વાહા, કલરકામ કરતા 50 વર્ષીય રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ અને એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું.

ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિના મોત થયા પરિજનોએ લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી
ખેડાના નડિયાદમાં 3 વ્યક્તિના મોત થયા પરિજનોએ લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી (Etv Bharat Gujarat)

પોલીસે તપાસ હાથ ધરી: પરિવારજનોના આક્ષેપને લઈ પોલીસ દોડતી થઈ હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, SOG તેમજ સ્થાનિક પોલીસ સહિતનો કાફલો જવાહરનગર વિસ્તારમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જવાહર નગર વિસ્તારના બુટલેગર ગલીયાની પોલીસ દ્વારા મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી.

3 મોત કઈ રીતે થયા?: આ મામલે બીજી તરફ FSLના રિપોર્ટ મુજબ દેશી દારુમાંથી મિથેનોલ આલ્કોહોલ નથી મળ્યું. તો સવાલ એ થાય છે કે, શું દેશી દારુ પીવાથી આ 3 લોકોના મોત થયા? ત્યારે હાલ પોલીસે 3 મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં PM માટે ખસેડ્યા છે. જ્યાં PM બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો:

  1. પાટીદાર અનામત આંદોલન કેસ: સરકારે સમીક્ષા કરીને આ તમામ કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો: ઋષિકેશ પટેલ
  2. VIDEO: લગ્નમાં વર-કન્યા પક્ષમાંથી કોનું DJ વધારે ચડિયાતું? DJવાળાની હરિફાઈમાં પોલીસની થઈ એન્ટ્રી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.