કટક: 9 ફેબ્રુઆરીના રોજ બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ લગભગ 30 મિનિટથી સુધી રોકી દેવામાં આવી હતી. મેચ દરમિયાન સાંજના સમયે ફ્લડલાઈટમાં કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે ચાલુ થઈ રહી ન હતી. માટે મેચ રોકી દેવામાં આવી હતી.
ઓડિશા ક્રિકેટ એસોસિએશનને નોટિસ:
આ ઘટના બાદ ઓડિશા સરકારે મેચમાં થયેલી ગેરરીતિઓ બદલ ઓડિશા ક્રિકેટ એસોસિએશન (OCA)ને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ મેચમાં રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગ્સ અને ભારતનો શાનદાર વિજય સૌથી વધુ ચર્ચામાં રહ્યો. પરંતુ, ફ્લડલાઇટ બંધ થવાને કારણે રમત અટકાવવામાં આવી ત્યારે બીજી એક ઘટના હેડલાઇન્સમાં આવી. મેચ લગભગ 30 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી અને સોશિયલ મીડિયા યુઝર્સે આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ગ્રાઉન્ડ સ્ટાફની ટીકા કરી હતી.
![ઓડિશા ક્રિકેટ એસોસિએશનને નોટિસ ફટકારવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23511459_1.jpg)
ઓડિશા સરકાર દ્વારા જારી કરાયેલી નોટિસમાં, તેઓએ વિગતવાર સમજૂતી માંગી છે અને OCA (ઓડિશા ક્રિકેટ એસોસિયેશન) ને આ માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે. OCA ને આ ઘટના બાબતે સ્પષ્ટતા મોકલવા માટે 10 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે.
રોહિત શર્માના શાનદાર બેટિંગના કારણે ભારતે સીરિઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો હતો. તેણે 90 બોલમાં 119 રનની શાનદાર ઇનિંગ રમી જ્યારે શુભમન ગિલે 60 રન બનાવ્યા. રોહિતે ક્રીઝ પર લાંબા સમય ટકી રહી ઘણા રેકોર્ડ તોડ્યા. રોહિતની શાનદાર બેટિંગને કારણે ભારતે 305 રનનો લક્ષ્યાંક 44.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો.
Odisha government sends Show Cause Notice to Odisha Cricket Association regarding last night's floodlight failure.
— Siddharth Chhaya - સિદ્ધાર્થ છાયા 🇮🇳 (@siddtalks) February 10, 2025
Pakistani minister in charge of renovating stadiums was never questioned on missing the ICC deadline three times? pic.twitter.com/rd1nUnbyN2
ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએસૌથી વધુ ત્રણ વિકેટ લીધી. મુલાકાતી ટીમ માટે બેન ડકેટ અને જો રૂટે અડધી સદી ફટકારી હતી જેના કારણે ટીમે કુલ 304 રનનો સ્કોર બનાવ્યો હતો.
આ જીત સાથે, ભારતે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. બંને ટીમો આ શ્રેણી દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરવા માંગે છે, કારણ કે શ્રેણીના સમાપન પછી તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન રવાના થશે.
આ પણ વાંચો: