ખંભાળિયામાં RSSનો જિલ્લાકક્ષાનો એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો - Devbhumi Dwarka district
🎬 Watch Now: Feature Video
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાભરના આશરે 450થી પણ વધુ આર.એસ.એસના શાખા કાર્યકરોએ ઉત્સાહભેર રાષ્ટ્રીય એકત્રીકરણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમજ સંસ્થાના કાર્યકરોએ પ્રથમ દીપ પ્રગટાવી અને ભારત માતાની સ્તૃતિ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ કાર્યકરોએ શાખાના નિત્યક્રમ મુજબ જુદી-જુદી રમત-ગમતો અને ભારત વર્ષનો ઈતિહાસ, હિન્દુ ધર્મ વિશે જુદી-જુદી માહિતી અને વાતચીતો કરી હતી. ઉપરાંત કાર્યક્રમના અંતમાં તમામ શાખા કાર્યકરોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા શહેરના રાજમાર્ગો પર આર.એસ.એસ.ની એક ફ્લેગમાર્ચ યોજી અને સંગઠનનો પ્રભાવ લોકોને પ્રત્યક્ષ દેખાડ્યો હતો.