કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર ધનુર માસ નિમિત્તે સૌ પ્રથમવાર રોટલાના થાળ ઉત્સવની ઉજવણી કરાઈ - કષ્ટભંજન હનુમાનજી મંદિર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9934819-thumbnail-3x2-btd.jpg)
બોટાદઃ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર જેને કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. સાળંગપુર મંદિરમાં રોજ ખુબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવે છે, તેમજ હનુમાનજી મંદિરમાં અલગ-અલગ ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોવાથી, શનિવારના રોજ હનુમાનજી દાદાને ગામડાની જે પ્રાચીન સંસ્કૃતિ છે તે પ્રકારનો શણગાર કરવામાં આવ્યો છે અને સો પ્રથમ વખત પવિત્ર ધનુર માસમાં ભવ્ય અને દિવ્ય વિવિધ 51 પ્રકારના ધાન્યના રોટલા તેમજ અલગ-અલગ 30 પ્રકારના શાક તેમજ પાપડ, છાસ, સલાડ સહિતનો થાળ હનુમાનજી દાદાને ધરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ગામડાની સંસ્કૃતિ જળવાય રહે તે માટે આ પ્રકારનું આયોજન મંદિર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ હરિ ભક્તોએ રોટલાના થાળ ઉત્સવ સાથે દાદાના દર્શન કર્યા હતા.