બહારથી આવેલા વ્યક્તિને સરકારી ક્વોરેન્ટાઈન કરવાના મામલે માંગરોળના શરણમ એપાર્ટમેન્ટના રહીશોએ કર્યો હોબાળો - Sanranam Apartment
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માંગરોળમાં શંરણમ એપાર્ટમેન્ટના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. માંગરોળમાં ટાવર રોડ ઉપર આવેલા શંરણમ એપાર્ટમેન્ટના રહીશનો એક પુત્ર અમદાવાદ થી માંગરોળમાં પોતાના ઘરે આવ્યો છે. ત્યારે શંરણમ એપાર્ટમેન્ટના લોકોએ તેમને કોરેન્ટાઇનમાં રાખવાની માગ સાથે એપાર્ટમેન્ટના રહીશોએ હોબાળો કરીને માંગરોળ પોલીસમાં મૌખીક રજુઆતો કરી છે. તેમજ આ વ્યક્તિ પર બહારથી રાત્રીના સમયે બીન અધિકૃત પ્રવેશ કરાયો હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કરીને એપાર્ટમેન્ટના લોકોએ બહારથી આવેલા વ્યક્તિને અન્ય સ્થળે કોરેન્ટાઇન કરવાની માગ કરી છે.