આયુર્વેદિક યુનિવર્સિટીમાં હવે રિચર્સ અને સંશોધનને વધુ વેગ મળશે: સીએમ રુપાણી - સીએમ રુપાણી
🎬 Watch Now: Feature Video
આજે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી રિસર્ચ સેન્ટરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ કર્યુ હતું. જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળતાં ગુજરાતનું નામ રોશન થયું છે. ઉલ્લેખનીય છે કે WHOના વડાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે દુનિયામાં માત્ર ભારતની પસંદગી કરવામાં આવી છે અને હવે ભારતમાંથી દુનિયાભરમાં આ દિશામાં કામ થશે. આ પ્રસંગે જામનગર આવેલા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વિશેષ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આયુર્વેદિક યુનિવર્સિટીમાં હવે રિચર્સ અને સંશોધનને વધુ વેગ મળશે. સાથે જેમણે ગુજરાતવાસીઓને ધનતેરસની શુભકામનાઓ પણ પાઠવી હતી.