બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરાઈ - vadgam police
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: રક્ષાબંધનના તહેવારમાં જે જવાન રાત-દિવસ પોતાના પરિવારથી દૂર રહી આપણી રક્ષા કરે છે તેવા જવાનને આજે રવિવારે વડગામ ખાતે રાખડી બાંધવામાં આવી હતી. ખાસ કરીને રક્ષાબંધનના પર્વમાં પણ પોલીસ જવાનો આપણે સુરક્ષિત રહીએ તે માટે ફરજ પર ખભે ખભો મિલાવીને ઊભા રહે છે, ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનને ઈન્કલાબ ઝિંદાબાદ સેવા ગૃપ દ્વારા રાત દિવસ ખડે પગે ફરજ બજાવતા વિર જવાનોને રાખડી બાંધીને ભગવાન તેમની રક્ષા કરે તેવી પાર્થના કરી હતી. જેમાં ઈન્કલાબ ઝિંદાબાદ સેવા ગૃપ ગુજરાતના પ્રમુખ સાગરભાઈ રાવળ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ પરમાર અને મંત્રી સુનિલભાઈ પરમાર તેમજ ઈન્કલાબ ઝિંદાબાદ સેવા ગૃપ ગુજરાતના સભ્યો હાજર રહ્યા હતાં.