રાજકોટ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું, કારોબારી સમિતિ સામે અવિશ્વાસ દરખાસ્ત - રાજકોટ સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. આ વખતે ભાજપના જ સભ્યો ધરાવતી કારોબારી સમિતિ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ સમિતિમાં વર્તમાનમાં 9 સભ્યો છે. જે માંથી 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી છે. જે અંગે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું કે, જે સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ છે, તે સભ્યોને કાયદાની જાણકારી નથી કારોબારી સમિતિએ બંધારણીય સમિતિ ન હોવાના કારણે તેની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી શકાય નહી. ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી ભાજપ પણ પંચાયત પર કબ્જો જમાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
Last Updated : Nov 19, 2019, 4:59 PM IST