પોરબંદર શહેર સહિત બરડા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ - પોરબંદરમાં વરસાદ
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ જિલ્લાના બરડા પંથકમાં મંગળવારે વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે એટલે કે બુધવારે પણ સાંજના 4થી 6 દરમિયાન પોરબંદરના રાણાવાવ અને બરડા પંથકના બખરલા, બગવદર અને આસપાસના ગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ખેડૂતો પોતાનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે.