જામનગરમાં ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - rain in jamnagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4301492-thumbnail-3x2-jam.jpg)
જામનગર : શહેરમાં બપોર બાદ એકાએક વરસાદ શરૂ થતા સમગ્ર પંથકમાં પાણી -પાણી થઈ ગયું હતું. તેમજ ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. થોડા દિવસના વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ પડવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. જો કે, જામનગર શહેરમાં વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યુ છે.