Purneshbhai Modi Inaugurates Overbridge: કામરેજના ઉંભેળ ખાતે 6 લેન ઓવરબ્રિજનું ખાતમહુર્ત કર્યું - પૂર્ણેશ મોદીએ કર્યું ઓવરબ્રિજનું ખાતમહુર્ત
🎬 Watch Now: Feature Video
માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે નેશનલ હાઈવે નં.48 પર કામરેજ તાલુકાના ઉંભેળ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રૂપિયા 33.46 કરોડના ખર્ચે સાકાર થનારા 6 લેન ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં (Purneshbhai Modi Inaugurates Overbridge) આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે સુવિધાજનક વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોને ઝડપભેર પૂર્ણ કરવામાં વિશેષ ધ્યાન આપ્યું છે. રાજ્યના એક છેડેથી બીજા છેડે માત્ર 6 થી 8 કલાકમાં પહોંચી શકાય એવી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવી એ અમારી સરકારનું લક્ષ્ય છે. વર્ષોથી જેની લોકમાંગણી હતી, એવો ઉંભેળ ખાતે નિર્માણ પામનાર ઓવરબ્રિજ એનું ઉત્તમ ઉદાહરણ છે.