દિવાળીના તહેવારમાં સરકારી બાબુઓને ખુશ કરવા ખાનગી કંપનીના સત્તાધીશોના પ્રયાસો - Bharuch latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4868212-thumbnail-3x2-bharuch.jpg)
ભરૂચ: આજે ધનતેરસના દિવસે લોકોએ સરકારી બાબુઓને ગીફ્ટ આપવા માટે લાઈન લગાવી દીધી હતી. સમગ્ર વર્ષ દરમિયાન જે સરકારી બાબુઓએ લોકોના કામ પતાવી આપ્યા હોય તેમને ખુશ કરવાનો અવસર એટલે દિવાળી. સરકારી બાબુઓને ખુશ કરવા કે ખુશ રાખવા ખાનગી કંપનીના કર્મચારીઓએ ગીફટ માટે જાણે લાઈન લગાવી દીધી હતી. આ સમયે જ્યારે મીડિયાના કેમેરા ત્યાં પહોચ્યા ત્યારે ગીફ્ટ આપવા આવેલા લોકોએ રીતસરની ભાગાદોડી મચાવી દીધી હતી. આમ, તો ગાંધીના ગુજરાત અને દેશમાં લાંચ રુશ્વત લેવી તે એક ગુનો છે. પરંતુ, દિવાળીના તહેવાર દરમિયાન આ રીતે અપાતી ભેટ સોગાદોને લાંચ ગણવી કે સ્નેહ એ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે.