મગફળી કૌભાંડ મુદ્દે કોંગી ધારાસભ્યોની પત્રકાર પરિષદ, ઉઠાવ્યા ગંભીર સવાલ - press conferance in rajkot against in peanuts scam
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5412661-thumbnail-3x2-peanuts.jpg)
રાજકોટ: રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં એકાએક ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે મગફળી કૌભાંડને લઈને પડધરી, ટંકારા અને ધોરાજી ઉપલેટાના કોંગી ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ દ્વારા મગફળી કૌભાંડ મામલે અમિત પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે અમિત પટેલ અને મગફળી ખરીદનાર અધિકારીઓનો એક ઓડીયો કલીપ પણ પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી. ત્યારબાદ બન્ને ધારાસભ્યો અમિત સાથે અન્ય અધિકારીઓની કેમ ધરપકડ નથી કરવામાં આવી તેવા પણ સવાલો ઉભા કર્યા હતા અને અમારા વિસ્તારમાં પણ આ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોવાની અમે તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કેમ કોઈ પગલાં નથી લીધા નથી તેવા આક્ષેપ રાજ્ય સરકાર પર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારથી નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે.