ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો પર ચિતાંના વાદળ ઘેરાયાં - ધોધમાર વરસાદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4849827-thumbnail-3x2-m.jpg)
ડાંગ: બુધવારે વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ઘરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા. હાલ ખેતરોમાં ડાંગરનો પાક લણવા લાયક થઈ રહ્યાં છે, ત્યારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોની મૂંઝવણમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ, 6 કલાકમાં વઘઇ તાલુકામાં 03 મિ.મી, સુબિરમાં 33 મિ.મી અને સાપુતારામાં 01 મિ.મી વરસાદ નોંધાયો છે. જ્યારે આહવા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ મોરઝીરા, ગડદ, ચીંચલી સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ થયો હતો.