વડોદરા પાલિકાએ કરેલી પ્રી-મોન્સૂનની કામગીરીથી સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા
🎬 Watch Now: Feature Video
વડોદરા : કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાંથી દેશવાસીઓને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના ચોથા તબક્કાનું કેટલીક રંગારંગની છૂટછાટ સાથે આહવાન કરી દીધું છે. 17 તારીખ બાદ ચોથા તબક્કાના લોકડાઉનની શરૂઆત થશે તે પૂર્વે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગટરને સાફ કરતી વખતે કચરાના ઢગને રોડ પર ખડકી દેવામાં આવ્યા હતા. જેના પગલે સ્વચ્છતાના લીરેલારા ઉડ્યા હતા.