મુંબઈ: મહારાષ્ટ્રની મુંબઈ પોલીસે રવિવારે કહ્યું કે બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય શૂટર શિવ કુમારની ઉત્તર પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતુ કે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ કેસમાં અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે ત્રણેયને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, UP STF સાથે સંયુક્ત ઓપરેશનમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં છ અધિકારીઓ અને 15 પોલીસકર્મીઓ સામેલ હતા. મળતી માહિતી મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને શૂટર શિવકુમાર વિશે ઈનપુટ મળ્યા હતા. આ પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને યુપી એસટીએફએ મળીને કાર્યવાહી કરીને તેને પકડી લીધો હતો.
Baba Siddiqui murder case | In a joint operation with UP STF, a team from the Mumbai Crime Branch, comprising 6 officers and 15 personnel, has apprehended the shooter in the Baba Siddiqui murder case, Shiva Kumar, along with two other accused in Uttar Pradesh. They are being… pic.twitter.com/tKTHQeqs6g
— ANI (@ANI) November 10, 2024
મુંબઈએ એક શૂટરની ધરપકડ કરી હતી: ગત શુક્રવારે મુંબઈ પોલીસે આ કેસમાં ગૌરવ વિલાસ અપુને નામના શૂટરની ધરપકડ કરી હતી. ANIના અહેવાલ મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે અપુને શૂટર હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા બનાવવામાં આવેલ પ્લાન Bનો ભાગ હતો. તે પોતાની શૂટિંગમાં કુશળતા વધારવા માટે ઝારખંડ ગયો હતો.
વધુ પૂછપરછ કરવા પર, અપુને ખુલાસો કર્યો કે પ્લાન A નિષ્ફળ જવાના કિસ્સામાં બેકઅપ તરીકે પ્લાન B તૈયાર કરવામાં આવ્યો હતો. અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી એક રૂપેશ મોહોલ પણ ફાયરિંગની પ્રેક્ટિસ કરવા પોતાની સાથે ઝારખંડ આવ્યો હોવાનું કબુલ્યું હતું.
12 ઓક્ટોબરે થઈ હતી બાબા સિદ્દીકીની હત્યા
આપને જણાવી દઈએ કે આ ગત મહિનાની 12 ઓક્ટોબરે બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દીકી તેમના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસ બિલ્ડિંગની બહાર નીકળી રહ્યા હતાં ત્યારે ત્રણ હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં પર બે ગોળી તેમને છાતીમાં વાગી હતી. ઘટના બાદ સિદ્દીકીને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી અને કહ્યું કે બાબા સિદ્દીકીની હત્યા અભિનેતા સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોના કારણે કરવામાં આવી હતી.