મહેસાણા: આજના યુવાન બાઈક અને ગાડી વગર ક્યાં જતા નથી ત્યાં સાયકલ ચલાવવાની વાત તો દૂર રહી, પરંતુ મહેસાણાના 63 વર્ષીય સિનિયર સિટીઝન તબીબે માત્ર 34 કલાકમાં 44 મિનિટમાં 675 કિલીમીટર સાયકલ ચલાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહેસાણાના 63 વર્ષીય તબીબની અનોખી સિદ્ધિ અત્યારે સૌ કોઈના મોઢે છે.
મહેસાણામાં નેફ્રોલોજીસ્ટની પ્રેક્ટિસ કરતા ડૉક્ટર મુકેશ ચૌધરીની અનોખી સિદ્ધિ મહેસાણાનું ગૌરવ વધારી રહી છે. સતત 16 વર્ષ થી સાયકલ ચલાવવાના અનુભવથી આ તબીબે સિદ્ધિ મેળવી છે. જેઓએ ડ્યુન્સ અલ્ટ્રા 700 સાયકલ રેસમાં સિદ્ધિ હાંસલ કરી છે. તેઓએ 675 કિલોમીટર લાંબી સાયકલિંગ રેસ 34 કલાક 44 મિનિટમાં પૂર્ણ કરી બતાવી છે.
જેના માટે તેઓ જયપુર સીટી પેલેસ થી બિકાનેર અને બિકાનેરથી પરત જયપુર સુધીની સાયકલ રેસમાં જોડાયા હતા. તેમની કેટેગરીમાં ભારતના 11 સાયકલીસ્ટોને હરાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ 63 વર્ષીય તબીબ ડૉ.મુકેશ ચૌધરી એ સાયકલ રેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.