અમદાવાદ: AMCનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂ.14001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ગત વર્ષના બજેટ કરતા આ વર્ષે રૂ.3200 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે મનપાનું ડ્રાફ્ટ બજેટ રૂ.10801 કરોડનું હતું .
AMCનું વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા રૂ.14001 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, AMCના બજેટમાં નવા 15000 આવાસના નિર્માણ કરવાનું પણ આયોજન કરાયું છે, આ માટે બજેટમાં કુલ 2300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ, ભદ્ર પ્લાઝાના રીડેવલપમેન્ટ માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત અમદાવાદના લક્ષ્યને પૂર્ણ કરવા ટકાઉ અને ક્લાઈમેટ બજેટ રજૂ કર્યું છે, જે દેશમાં પ્રથમ વખત છે.
બજેટમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈઓ પર નજર
શહેરના 51 રોડ 227કરોડના ખર્ચે વાઈટ ટોપિંગ બનશે. 108 રોડ ડસ્ટ ફ્રી બનાવમાં આવશે. 100 નવા ટ્રાફિક જંક્શન બનશે. CG રોડ મ્યુનિસિપલ માર્કેટનું રીડેવલોપમેન્ટ થશે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદ 2047 બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સસ્ટેનેબલ અને પ્રોગ્રેસિવ મથાળા હેઠળ મ્યુનિ. કમિશનરે બજેટ રજૂ કર્યું હતું.
જેમાં નવા 22 ગાર્ડન શહેરમાં બનાવમાં આવશે. AI સેલ અને GIS અને MIS સેલની સ્થાપના થશે. ફરી એક વખત ભદ્ર પ્લાઝાને રીડેવલોપમેન્ટ કરવા રૂ.10 કરોડનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. હેલ્થ રેકોર્ડનું ડીજીટલાઈઝેશન કરવામાં આવશે. શહેરમાં 3 નવા ફાયર સ્ટેશન લાંભા, રામોલ -હાથીજણ, શાહીબાગમાં બનશે. નવા 5 અર્બન હેલ્થ સેન્ટર બનશે. SVP હોસ્પિટલ ખાતે સ્પોટ સાયન્સ સેન્ટર શરૂ કરવાની જોગવાઈ, સ્પોર્ટ્સને લગતી ઈજાઓની સારવાર થશે. માળખાગત સુવિધા માટે રૂ. 650 કરોડની ફાળવણીમાં 53%નો વધારો કરી 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રિવરફ્રન્ટ ફેઝ-3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેન કેનાલ સુધી વિકસાવવા 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કાંકરિયા પરિસરમાં નવી બે ટોય ટ્રેન ખરીદવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ચાર નવા રેલવે બ્રિજ બનાવવાનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. કાંકરિયા ખાતે મ્યુઝિકલ ફાઉન્ટન અને લાઈટ એન્ડ સાઉન્ડ શો, કિડ્સ સિટીનું આધુનિકરણ થશે. મહિલાઓ માટે દરેક વોર્ડમાં SHE લોન્જ બનવાનું આયોજન છે.
BRTS ફીડર રુટમાં પિંક રિક્ષા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિમલ, ઉસ્માનપૂરા અને ઈન્કમ ટેકસ અંડર પાસમાં વર્ટિકલ ગાર્ડન સહિતનું બ્યુટીફિક્શન કરવામાં આવશે. ડેઇલી ટિકિટ પાસ મોબાઈલ એપથી કરવામાં આવશે. આગામી વર્ષમાં અખબારનગર સર્કલ પાસે, વાસણા, ચાંદખેડા સહિતના વિસ્તારમાં કડિયા નાકું બનાવવામાં આવશે. 100 ટ્રાફિક જંક્શનની નિર્માણની રચના અને સિવિલ વર્ક કરાશે. 120 નવી AMTS બસ ઉમેરાશે. RTO અને નરોડામાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: