અમદાવાદ: અમદાવાદ શહેરમાં અમૂલ ઘીનો શંકાસ્પદ જથ્થો AMCની ફૂડ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદના જશોદાનગર ચોકડી ખાતે આવેલા હાર્દિક ટ્રેડર્સ કિરાણા સ્ટોરમાં નકલી ઘી વેચાતું હોવાને અંગેની બાતમી મળતા ફૂડ વિભાગની ટીમ તપાસ કરી હતી. જ્યાંથી 15 કિલોના 7 જેટલા ડબ્બા મળી આવ્યા છે.
ઘીના સ્ટીકરમાં સ્પેલિંગની ભૂલથી શંકા ગઈ
જેમાં Amul ઘીના શુદ્ધ શબ્દમાં ભૂલ હતી. જેથી વિભાગની ટીમને જથ્થો શંકાસ્પદ લાગતો વેપારીને આ જથ્થો ક્યાંથી લાવ્યા હોવાનો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તેથી હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી ઘી મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ફૂડ વિભાગની ટીમે ગોડાઉન ઉપર દરોડો પાડ્યો હતો.
હાટકેશ્વરમાં ફૂડ વિભાગની ટીમના દરોડા
અમદાવાદના જશોદાનગરના કિરાણા સ્ટોરમાં અમૂલનું નકલી ઘી વેચાતું હતું. જેની બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે રેડ કરીને હાટકેશ્વર ખાતે આવેલા હાર્દિક ટ્રેડર્સમાં દરોડો પાડ્યો હતો. આ અંગે ફૂટ સેફટી ઇન્સ્પેક્ટર કેતન મહેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂટ સેફટી ઓફિસર દ્વારા તપાસ કરતા એક જગ્યાએ અમુલ બ્રાન્ડનું ઘી હતું. જે શંકાસ્પદ લાગ્યું અને એક વેપારીએ આ અંગે ખાદ્ય બીલ રજૂ કર્યા હતા. ત્યાર પછી અમે ખોખરામાં આવેલી હાર્દિક ટ્રેડર્સ દુકાને આવ્યા. તે પહેલા દુકાનના માલિક દુકાન બંધ કરીને જતા રહ્યા હતા.
![અમૂલ કંપનીના નામે શંકાસ્પદ ઘી પકડાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23521914_t_aspera.png)
તપાસ પહેલા દુકાનને તાળા વાગી ગયા
તેમણે આગળ કહ્યું કે, આ દુકાન બંધ હોવાથી આ દુકાનમાં અમે સીલ મારી દીધી છે અને આ અંગે વધુ તપાસ અર્થે દુકાનના માલિકને બોલાવીને દુકાન ખોલાવીશું અને તપાસ કરીશું અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરીશું. આ એ સ્ટોરમાં આશરે 15 કિલોના 7 નંગ ઘીના ડબ્બા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળવાળી ખાદ્ય વસ્તુઓ પકડાઈ રહી છે. આ પહેલા સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. તો અમદાવાદમાં નકલી પનીર ઝડપાયું હતું, ત્યારે હવે બ્રાન્ડેડ કંપનીનું શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું છે.
આ પણ વાંચો: