અમદાવાદ: આજે વેલેન્ટાઈન ડે છે. આજનો દિવસ સ્પેશિયલ અને યાદગાર બનાવવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે. ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટમાં આજના દિવસે વધારે ઉત્સાહ જોવા મળે છે. આ વાત સમજીને કોલેજની બહાર ગુલાબ અને બલૂનનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી, HL કોલેજ, ગુજરાત કોલેજની બહાર પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
14 ફેબ્રુઆરી જેને આપણે વેલેન્ટાઈન ડે તરીકે ઓળખીએ છીએ એ એક એવો દિવસ છે જે આખા વિશ્વમાં પ્રેમની ઉજવણીનો દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે પ્રેમી પોતાના પ્રેમની લાગણી એકબીજાને લેટર, કાર્ડસ, ગુલાબનું ફૂલ અને મીઠાઈ આપીને વ્યક્ત કરે છે.
![કોલેજની બહાર વેલેન્ટાઈન ડે નિમિત્તે ઉત્સાહનો માહોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-ahd-03-veletinedayahmedabad-pkg-7205053_14022025125258_1402f_1739517778_708.jpg)
આ અંગે આશિષભાઈએ જણાવ્યું હતું કે, 'આજે વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવવા માટે હું મારી પત્નીને ગુલાબનું ફૂલ આપીશ. હું આજે અહીંથી ગુલાબનું ફૂલ લેવા માટે આવ્યો છું. બપોર પછી હું મારી પત્નીને ફૂલ આપીને વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરીશ કરે આ મોમેન્ટ યાદગાર બનાવીશ. ઘણા વર્ષો પછી સેલિબ્રેશન કરવાનો મોકો મળ્યો છે.'
![વેલેન્ટાઈન ડે પર કોલેજ સ્ટુડન્ટમાં હોય છે અનેરો ઉત્સાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-ahd-03-veletinedayahmedabad-pkg-7205053_14022025125258_1402f_1739517778_963.jpg)
![કોલેજની બહાર વેલેન્ટાઈન ડે નિમિત્તે ઉત્સાહનો માહોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-ahd-03-veletinedayahmedabad-pkg-7205053_14022025125258_1402f_1739517778_389.jpg)
જોકે કોલેજ સ્ટુડન્ટ આ અંગે બોલવા માટે તૈયાર ન હતા. કેટલાક તો નવા નવા બહાના બતાવી જતા રહ્યા. કોઈએ કહ્યું કે, 'અત્યાર સુધી અમે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો નહીં.' તો બીજા સ્ટુડન્ટ્સે કહ્યું કે, 'આ અમારી વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવાની ઉંમર નથી.'
આ પણ વાંચો: