રોશન આરા.અમદાવાદ: જો તમને ઘર વપરાશની પ્લાસ્ટિક આઈટમ ખરીદવી છે તો તમારા માટે અમદાવાદનું સૌથી સસ્તું અને બેસ્ટ બજાર કાલુપુર પ્લાસ્ટિક બજાર છે. જ્યાં કિચન માટે તમામ પ્રકારની પ્લાસ્ટિક આઈટમ સરળતાથી મળી જાય છે. તો આવો જાણીએ આ બજાર કેમ ફેમસ છે અને કયા પ્રકારની પ્લાસ્ટિક આઈટમ અહીં મળે છે.
અમદાવાદનું સૌથી સસ્તું અને જાણીતું પ્લાસ્ટિક બજાર કાલુપુરમાં આવેલું છે. જે કાલુપુર બ્રિજની સાઇટમાં 110 જેટલી દુકાનમાં 90% દુકાનો પ્લાસ્ટિક આઈટમની છે. જ્યાં કિચન અને ઘર વપરાશ માટે તમામ પ્રકારની પ્લાસ્ટિક આઈટમ્સ મળે છે. નાના ડબ્બાથી માંડીને મોટા મોટા કન્ટેનર્સ પ્લાસ્ટિકની બોટલ, ડબ્બો બોક્સ, ચંબુ, લંચ, બોક્સ એને ઘણા બધા પ્લાસ્ટિકના આઈટમો મળે છે. જે 5 રૂપિયાથી શરૂ થાય છે અને 500 રૂપિયા સુધીની આઈટમ મળે છે. આ પ્લાસ્ટિકની હોલસેલ માર્કેટ છે. ત્યાંથી પ્લાસ્ટિકની આઈટમ ખરીદવા માટે આખા ગુજરાતથી લોકો આવે છે.
આ અંગે પ્લાસ્ટિક ગ્રોસરીના વેપારી અનિલ કુમારે જણાવ્યું હતું કે, કાલુપુરના પ્લાસ્ટિક બજારમાં 110 દુકાનો આવેલી છે. અહીંયા બધી હોલસેલ આઈટમ્સ મળે છે. પ્લાસ્ટિકની આઈટમ વાસણની આઈટમ લાકડા અને કાચની બધી ઘરવપરાશની આઈટમ્સ અહીંયા મળે છે. પાંચ રૂપિયાથી પ્લાસ્ટિકની આઈટમ સ્ટાર્ટ થાય છે. જે 50 થી 100 રૂપિયા સુધીની જાય છે. પ્લાસ્ટિક ડબ્બા, પ્લાસ્ટિક કન્ટેનર, પ્લાસ્ટિક જાર, ટિફિન બોક્સ, લંચ બોક્સ, ડોલ, ચંબુ, બોટલ, જેવી આઈટમ્સ અહીંયા વેચવામાં આવે છે. અહીંયા બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ અને ઘણા ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ઉપરાંત બહારથી પણ પ્લાસ્ટિક આઈટમ ખરીદવા માટે લોકો આવે છે.
![પ્લાસ્ટિકની વસ્તુઓથી ભરપૂર કાલુપુરનું આ માર્કેટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-ahd-06-kalupurplasticbazar-specialstory-7205053_13022025205724_1302f_1739460444_7.jpg)
એકબીજા વેપારી અમનદાસે જણાવ્યું હતું કે, કાલુપુર બ્રિજ ઉપર 42 વર્ષથી હું વેપાર કરું છું. અહીંયા પ્લાસ્ટિકની લાકડાની અને બીજી ઘણી વસ્તુઓની દુકાનો છે. ઘરવખરીની આઈટમ્સ પણ અહીંયા બહુ જ સારી મળે છે અને વ્યાજબી ભાવે મળે છે. એટલે દૂર દૂરથી લોકો લેવા માટે આવે છે. પહેલા ગામડાથી લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હતા, પરંતુ મોલ ખોલવાના કારણે ધંધો થોડું ઓછું થઈ ગયું છે. પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચરિંગ અમદાવાદમાં છે અને અમારા ત્યાં ફિરોઝાબાદની કપ રકાબી પણ મળે છેે. કાચની આઈટમની બોટલ્સ પણ મળે છે. આ બજાર 70 વર્ષ જૂનો બજાર છે. અહીંયા પીડીઓથી લોકો આ વ્યવસાય કરી રહ્યા છે.
![પ્લાસ્ટિકની વસ્તુઓથી ભરપૂર કાલુપુરનું આ માર્કેટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-ahd-06-kalupurplasticbazar-specialstory-7205053_13022025205724_1302f_1739460444_84.jpg)
અહીંયા પ્લાસ્ટિક આઈટમ્સ ખરીદવા માટે આવેલા વિનોદભાઈએ જણાવ્યું હતું કે, હું ઠેઠ નવરંગપુરાથી અહીંયા પ્લાસ્ટિકની વસ્તુઓ લેવા માટે આવ્યા છું. અહીંના લોકો ઘર વપરાશ માટે સારી પ્લાસ્ટિકની આઈટમો રાખે છે અને લોકોને આ બજાર પર ટ્રસ્ટ છે. અહીંયા સસ્તા ભાવે મળે છે. અહીંયા દસ રૂપિયાની જે આઈટમ મળે છે. એ લોકો બીજા જગ્યાએ જઈને 50 થી 60 રૂપિયામાં વેચે છે. અહીંયાથી અમુક વસ્તુઓને ઘર વપરાશ માટે લીધી છે અને ઘણી આઈટમ મેં પોતાના વ્યવસાય માટે લીધી છે. અહીંયાથી હું પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકના બોક્સ અને કન્ટેનર લઈ જાઉં છું. એક ગ્રાહકે જણાવ્યું હતું કે, હું નાના બાળકો માટે પ્લાસ્ટિકના રમકડા અને બોટલ લેવા માટે આવ્યા છો, આ બજાર બહુ જ સારું અને સસ્તું છે.
![પ્લાસ્ટિકની વસ્તુઓથી ભરપૂર કાલુપુરનું આ માર્કેટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-ahd-06-kalupurplasticbazar-specialstory-7205053_13022025205724_1302f_1739460444_429.jpg)