બનાસકાંઠા: વિદેશમાં કમાવવા જતાં લોકોને આ વખતે કે અમેરિકાનો નવા જ રૂપનો અનુભવ થયો છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને શોધીને અમેરિકાએ ડિપોર્ટેડ કરીને પ્લેન મારફતે ભારત પર મોકલી દીધા છે, જોકે ભારતમાંથી 104 ગેરકાયદેસર ભારતીયોમાં 33 જેટલા ગુજરાતતીઓ પણ સામેલ છે. અમેરીકા દ્વારા પ્લેન મારફતે મંગળવારે અમૃતસર એરપોર્ટ ખાતે તમામ ભારતીયોને લાવવામાં આવ્યા હતા. જે બાદ આજે વહેલી સવારે 33 જેટલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.
ડિપોર્ટેડ કરાયેલા લોકોમાં ધાનેરાની મહિલા બીના રામી જેમને પહેલા ડીસા પોલીસ દ્વારા ધાનેરા લવાયા હતા, જે બાદ ધાનેરા પોલીસ મથકે સૌ પ્રથમ મહિલાની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમયે પરિવારના લોકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા, જોકે વેરિફિકેશન બાદ મહિલાને પરિવારના લોકો સાથે ઘરે મોકલી દેવામાં આવી હતી. મહિલાના નજીકના પરિવારજને કહ્યું કે, અમેરિકાએ કરેલા વ્યવહારથી મહિલા ખુબજ ડરી ગઈ છે ગભરાઈ ગયેલી મહિલા હાલમાં પોતાના સાથે વીતેલી હકીકતને જણાવી શકે તે સ્થિતિમાં નથી.
મળતી માહિતી મુજબ મહિલાનું નામ બીના રામી છે. જેનો જન્મ દાખલો ડીસાનો હોવાથી ડીસા પોલીસની LIB મહિલા પીએસઆઈ અમદાવાદ એરપોર્ટથી મહિલાની ઈચ્છા મુજબ તેના પિયર ધાનેરા ખાતે લઈને આવી હતી જોકે તેના પતિ મૂળ વિરમગામના અને હાલ કડી ખાતે રહેતા હતા. જોકે આ મહિલા પતિ સાથે પોતાના સાસરે રહેતી હતી જ્યાંથી તે આશરે દોઢ મહિના પહેલા જ અમેરિકા પહોંચી હતી જોકે મિડિયા દ્વારા પુછવામાં આવ્યું કે કઈ રીતે પહોંચી અને પાસપોર્ટ વિશે જાણવા પ્રયાસ કરાયો તો તેની કોઈ જ માહિતી મળી શકી ન હતી. પરિવારજને કહ્યું કે, અમેરિકાથી અહીંયા સુધી પહોંચેલી મહિલા હાલમાં ગભરાઈ જતા તેને વેરિફિકેશન બાદ ઘરે મોકલાઈ છે.
આ પણ વાંચો: