સુરત: સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 2 વર્ષનું માસુમ બાળક ખુલ્લી ગટરમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે. બાળકનો મૃતદેહ 24 કલાકની સઘન શોધખોળ બાદ વરીયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો.
આઈસક્રીમની જીદ કરીને દોડતો બાળક ખુલ્લી ગટરમાં પડ્યો
સુમન-સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ નામનો 2 વર્ષનો બાળક 5 ફેબ્રુઆરીએ સાંજે 5.30 વાગ્યે તેની માતા સાથે બુધવારી વિસ્તારમાં ગયો હતો. જ્યાં બાળકે આઇસક્રીમ ખાવાની જિદ સાથે માતાનો હાથ છોડાવીને દોડ મૂકી હતી, જે દરમિયાન તે 120 ફૂટના રોડ પર આવેલી 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં તે પડી ગયો હતો.
24 કલાકથી ચાલી રહી હતી બાળકની શોધખોળ
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળક ન મળતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કેમેરાની મદદથી ડ્રેનેજ લાઈનમાં તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી ચાલેલી કામગીરી બાદ બીજા દિવસે (6 ફેબ્રુઆરી) NDRFની ટીમની મદદથી શોધખોળ ફરી શરૂ કરવામાં આવી હતી.
આ ઘટના વધુ કરુણ એટલા માટે બની કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ આ માસૂમ બાળકનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે 24 કલાક સુધીની શોધખોળ માટે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. 2 વર્ષના માસુમના આ પ્રકારે આકસ્મિક મોતથી પરિવારજનો પર દુઃખનો પહાટ તૂટી પડ્યો છે.
ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો: દુઃખદ વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો. બાળકના દાદીએ રડતા રડતા જણાવ્યું હતું કે, 'અમારો કેદાર તમે અમને શોધી આપો. અમારો કેદાર 5 વાગ્યાનો ગટરમાં જતો રહ્યો છે. અમારા કેદાર ને પાછો લઈ આવો. અમને બીજું કંઈ જોઈતું નથી. બુધવારી ભરાઈ હતી તેથી નણંદ અને ભાભી બંને અહીં આવ્યા હતા. ત્યાર પછી આઈસ્ક્રીમ લીધો અને આઇસ્ક્રીમ ખાતા હતા. કેદારના હાથમાં આઇક્રીમ આપ્યો હતો અને તે દોડીને માતા પાસે જતાં ગટરમાં પડી ગયો. માત્ર તેનું એક બુટ જ અમારા હાથમાં આવ્યું છે.'
આ પણ વાંચો: