અમદાવાદ: વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે. નવા વર્ષનું વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી સાથે સ્વાગત કરાયું છે. ઘણા લોકો વર્ષની શરૂઆતમાં તેઓ ક્યાં ફરવા માટે જશે, આ વર્ષે કઈ નવી જગ્યાઓ એક્સપ્લોર કરશે અથવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે તે માટે પ્લાનિંગ કરતા હોય છે. લોકો લોન્ગ વીકેન્ડમાં દરમિયાન ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે વર્ષ 2025ની વાત કરીએ તો આ વર્ષમાં કયા મહિનામાં લોન્ગ વીકેન્ડ આવી રહ્યા છે તેના પર એક ખાસ નજર કરો.
જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કયા મહિનામાં કેટલી લાંબી રજા?
જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો આ મહિનામાં એક દિવસની રજા લઈને તમે 4 દિવસનો લોન્ગ વીકેન્ડ માણી શકો છો અને આ દરમિયાન તહેવારની મજા માણવા સાથે પરિવાર સાથે ક્યાંક ફરવા પણ જઈ શકો છો.
- 11 જાન્યુઆરી-શનિવાર
- 12 જાન્યુઆરી-રવિવાર
- 13 જાન્યુઆરી-સોમવાર (રજા લેવી પડે)
- 14 જાન્યુઆરી-મંગળવાર (મકરસંક્રાંતિની રજા)
ફેબ્રુઆરી મહિનામાં પણ તમે 2 દિવસની રજા લઈને 5 દિવસના લાંબા વીકેન્ડની રજા માણી શકો છો.
- 22 ફેબ્રુઆરી શનિવાર
- 23 ફેબ્રુઆરી-રવિવાર
- 24 ફેબ્રુઆરી- સોમવાર (રજા લો)
- 25 ફેબ્રુઆરી- મંગળવાર (રજા લો)
- 26 ફેબ્રુઆરી-મહાશિવરાત્રીની રજા
માર્ચ મહિનામાં હોળીના તહેવારના કારણે સળંગ 3 દિવસના વીકએન્ડની રજા માણવા મળશે. તમારે કોઈ વધારાની રજા લેવાની જરૂર નહીં પડે. આ દરમિયાન તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.
- 14 માર્ચ- શુક્રવાર (હોળી)
- 15 માર્ચ-શનિવાર
- 16 માર્ચ-રવિવાર
એપ્રિલ મહિનામાં પણ તમે કોઈપણ વધારાની રજા લીધા વગર 3 દિવસના વીકએન્ડની મજા માણી શકો છો.
- 18 એપ્રિલ-ગુડ ફ્રાઈડે
- 19 એપ્રિલ-શનિવાર
- 20 એપ્રિલ-રવિવાર
જૂન મહિનામાં તમે એક દિવસની રજા લેવાની રહેશે. આ બાદ તમે બકરી ઈદના તહેવાર અને રવિવારના કારણે 3 દિવસની રજા માણી શકો છો.
- 6 જૂને શુક્રવાર (રજા લો)
- 7 જૂને શનિવાર- બકરી ઈદ
- 8 જૂને રવિવારની રજા
ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની બાદ જન્માષ્ટમી આવી રહી છે. આથી આ મહિનામાં પણ 3 દિવસની સળંગ રજા મળશે.
- 15 ઓગસ્ટ-સ્વાતંત્ર્ય દિવસ
- 16 ઓગસ્ટ - શનિવાર (જન્માષ્ટમી)
- 17 ઓગસ્ટ- રવિવાર
ઓક્ટોબર મહિનામાં દિવાળીના કારણે 2 વખત લાંબા વીકેન્ડ મળશે. જેમાં દિવાળીના તહેવારમાં સળંગ 5 દિવસની રજા મળશે.
- 2 ઓક્ટોબર - ગુરુવાર (ગાંધી જયંતિ)
- 3 ઓક્ટોબર - શુક્વાર (રજા લો)
- 4 ઓક્ટોબર- શનિવાર
- 5 ઓક્ટોબર- રવિવાર
- 18 ઓક્ટોબર - શનિવાર
- 19 ઓક્ટોબર - રવિવાર
- 20 ઓક્ટોબર - સોમવાર (દિવાળી)
- 21 ઓક્ટોબર- મંગળવાર (બેસતું વર્ષ)
- 22 ઓક્ટોબરે - બુધવાર (ભાઈબીજ)
ડિસેમ્બરમાં પણ ક્રિસમસ વીક દરમિયાન તમે એક દિવસની રજા લઈને 4 દિવસના વીકએન્ડની મજા માણી શકો છો.
- 25 ડિસેમ્બર - ગુરુવાર (નાતાલ)
- 26 ડિસેમ્બર - શુક્રવાર (રજા લો)
- 27 ડિસેમ્બર - શનિવાર
- 28 ડિસેમ્બરે - રવિવાર
આ પણ વાંચો: