હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તેના પતિ-ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. તેણે સિડનીમાં આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. નવા વર્ષના એક દિવસ પછી એટલે કે આજે 2 જાન્યુઆરીએ આથિયાએ તેની પ્રેગ્નન્સી વિશે અપડેટ આપી છે. તેણે સોશિયલ મીડિયા પર બેબી બમ્પની પહેલી ઝલક બતાવી છે અને તેને ખાસ નોંધ સાથે જોડી છે.
ગુરુવારે, આથિયા શેટ્ટીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેએલ રાહુલ સાથે પોતાની કેટલીક ખાસ ઝલક રજૂ કરી અને કેપ્શનમાં લખ્યું, '2025, આપની રાહ જોઈ રહી છું'. પોસ્ટની પ્રથમ ફ્રેમ માટે અથિયાએ પોતાની અને કેએલ રાહુલની તસવીર પસંદ કરી છે.
મોનોક્રોમ ચિત્રમાં, અથિયા કેએલ રાહુલનો હાથ તેના ખભા પર રાખીને કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. આગળની સ્લાઈડમાં, અથિયાએ એક મોનોક્રોમ ક્લિપ ઉમેરી છે, જેમાં તેના બેબી બમ્પની ઝલક જોઈ શકાય છે. આ કપલ સિડનીના રસ્તાઓ પર હાથમાં હાથ રાખીને ચાલતા જોવા મળે છે.
પોસ્ટની છેલ્લી સ્લાઇડમાં, અથિયાએ એક નોંધ ઉમેરી છે, જેમાં લખ્યું છે, 'હંમેશા શાંત રહો, પોતના આશીર્વાદોને ગણો, પોતાના હૃદય પ્રત્યે દયાળું બનો, નવી શરૂઆતમાં વિશ્વાસ રાખો'. અથિયાની આ પોસ્ટ પર તેમના પિતા અને અભિનેતા સુનીલ શેટ્ટી, ડાયના પેન્ટી, ટાઈગર શ્રોફ, રિયા કપૂર, પરિણીતી ચોપરા, રિદ્ધિમા કપૂર અને અન્ય સેલેબ્સે અપાર પ્રેમ વરસાવ્યો છે.
નવા વર્ષ 2025ના અવસર પર, કેએલ રાહુલે તેના ઇન્સ્ટાગ્રામ પર ઉજવણીની એક તસવીર પોસ્ટ કરી અને તેને સ્ટાર અને 2025 નંબર ઇમોજી સાથે ઉમેરી. પ્રથમ તસવીરમાં કપલ કેમેરા માટે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. અથિયા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે, તો ક્રિકેટર સફેદ શર્ટમાં ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. છેલ્લી તસવીર ફટાકડાની ઝલક દર્શાવે છે, જે નવા વર્ષની શરૂઆતનો સંકેત આપે છે.
બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ જાન્યુઆરી 2023માં લગ્નના બંધનમાં બંધાયા હતા. અભિનેત્રીએ તેના પિતા-અભિનેતા સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. બંને 2018થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે તેઓ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે, જેના માટે બંને ખૂબ જ ખુશ છે. તેની સાથે તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ચાહકો પણ ખુશ છે.