ETV Bharat / state

જામનગર ટ્રીપલ અકસ્માત: કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અથડામણ, બે યુવકોએ ઘટનાસ્થળે દમ તોડ્યો - TRIPLE ACCIDENT

જામનગર જિલ્લામાં ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. પડાણાથી જામનગર આવતી વખતે કાર, ટ્રક અને રિક્ષા એકબીજા સાથે અથડાયા હતા. જેમાં બે યુવકના મોત નીપજ્યા છે.

કાર, ટ્રક અને રિક્ષા એક સાથે અથડાયા
કાર, ટ્રક અને રિક્ષા એક સાથે અથડાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2025, 10:53 AM IST

જામનગર : જિલ્લાના પડાણા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, આ બંને મૃતક મિત્ર હતા. પડાણાથી જામનગર આવતી વખતે કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન રિક્ષામાં સવાર બંને યુવાન મિત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

બે યુવકોનું ઘટનાસ્થળે મોત : જામનગર ખભાડીયા રોડ પર અચાનક જ કાર બેકાબૂ થતાં કારે રિક્ષાને અડફેટે લીધી હતી અને અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રક ચાલકે પણ બેલેન્સ ગુમાવતા ત્રણેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં કારની ટક્કરથી રિક્ષામાં સવાર બે મિત્રોના મોત થયા હતા. આ બે યુવાનો બાંધકામનો સામાન મુકીને જામનગર પરત આવતા હતા, તે સમયે બંને યુવાનોને અકસ્માત નડ્યો.

કાર, ટ્રક અને રિક્ષા એક સાથે અથડાયા (Etv Bharat Gujarat)

પરિજનોમાં શોકની લાગણી: માહિતી અનુસાર, અકસ્માતની ગોઝારી ઘટનામાં સોહીલ વલીભાઈ શેખ અને ફરાશ હાજી કાસમ નામના વ્યક્તિના મોત થયા હતા. આ બંને મિત્રોના મૃત્યુ નીપજતા પરિવારમાં હાલમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું: 16 કલાક પછી પણ લાપતા, રેસ્ક્યુ ઓપરેશન બન્યું મુશ્કેલ
  2. "હાશકારો" અમદાવાદ પહોંચ્યા USથી ડિપોર્ટેડ 33 ગુજરાતી, સરકારે કરી વતન લઈ જવા વ્યવસ્થા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.