ETV Bharat / state

લીલી પરિક્રમા માટે રાજકોટથી જૂનાગઢ વધારાની 50થી વધુ બસો દોડશે - GIRNAR LILI PARIKRAMA

દર વર્ષે ગીરનારની લીલી પરિક્રમા માટે લાખો લોકો જુનાગઢમાં ઉમટતા હોય છે, ત્યારે રાજકોટ એસટી વિભાગે વધારાની બસો દોડવવાનો નિર્ણય લીધો છે.

લીલી પરિક્રમા માટે રાજકોટથી વધારાની 50થી વધુ બસો દોડશે
લીલી પરિક્રમા માટે રાજકોટથી વધારાની 50થી વધુ બસો દોડશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2024, 10:42 PM IST

જુનાગઢ: આગામી 12 નવેમ્બરથી જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે.આ પરિક્રમા કરવા જવા માટે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 50થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.

મળતી વિગત મુજબ જૂનાગઢમાં લીલી પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષે ગરવા ગિરનારની પરિક્રમા કરવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચે છે, જેથી રાજકોટ એસટી ડિવિઝન વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટથી જૂનાગઢ વધારાની 50થી વધુ બસો દોડશે (Etv Bharat Gujarat)

રાજકોટ ડિવિઝન એસ.ટી. વિભાગના નિયામક જે.બી.કરોતરાના જણાવ્યા મુજબ લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોમાંથી પરિક્રમા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.ટી.વિભાગ દ્વારા 50 થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે.

કોઈ પણ મુસાફરોને પરિક્રમામાં જવા માટે પુરતા પ્રમાણમાં એસ.ટી. બસ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. લીલી પરિક્રમા માટે સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાંથી મુસાફરો આવતા હોય છે.તે તમામ મુસાફરોને ધ્યાનમાં રાખીને બસની વ્યસ્થા કરવામાં આવી છે.

  1. અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો પરિક્રમાના રૂટ પર નહીં કરી શકે લાકડાનો ઉપયોગ, જૂનાગઢ વનવિભાગના નિર્ણયથી સંચાલકો નારાજ
  2. જૂનાગઢ પરિક્રમા માટે બે સ્પેશિયલ ટ્રેન દોડશે : જાણો બુકિંગ, સમય અને ભાડાની સમગ્ર વિગત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.