વડોદરા: પૂર્વ ભારતીય કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડની સમૃતિમાં પોસ્ટ વિભાગે કવર રિલીઝ કર્યું - વડોદરા પોસ્ટ વિભાગ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9334319-thumbnail-3x2-m.jpg)
વડોદરા: રાવપુરા સ્થિત હેડ પોસ્ટ ઓફિસ જીપીઓ ખાતે આજે એટલે કે મંગળવારે બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્પેશિયલ કવર રિલીઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોસ્ટલ સર્વિસ વડોદરા તેમજ પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર વડોદરાના ડાયરેક્ટર દિનેશ શર્મા, BCAના CEO શિશિર કુમાર, BCAના સેક્રેટરી અજીત લેલે સાથે વડોદરા હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્તર ટી.એન.મલેક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોના સ્વાગત બાદ ક્રિકેટ જગતના મહાન ખેલાડી દત્તાજીરાવ ગાયકવાડની સમૃતિમાં ખાસ કવર રિલીઝ કરવામાં આવ્યું હતું.