પોરબંદર: કડછ ગામમાં વરસાદી પાણી ભરાયા બાદ હવે રોગચાળો ફેલાવાનો ભય - danger of spreading epidemic
🎬 Watch Now: Feature Video
પોરબંદર : જિલ્લામાં આવેલા કડછ ગામમાં ગ્રામ સડક યોજાના અંતર્ગત રસ્તા બનાવવામાં આવ્યા હતા. જેની સપાટી ઊંચી હોવાને કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી, તેથી વરસાદનું પાણી ગામના મોચી ફળિયા, વાઘ શેરી, મોદાણી શેરી, ગુરા શેરી વગેરે વિસ્તારમાં ભરાઈ રહે છે. જે કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશકેલીઓ પડી રહી છે. આ પાણીને કારણે ગામલોકોને ચામડીના રોગ થઈ રહ્યા છે, વળી મચ્છરના ઉપદ્રવને કારણે મેલેરિયા, ટાઈફોડ જેવી ગંભીર બીમારીઓ ફેલાવાની શક્યતાઓ છે. ગામલોકો તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.