મહીસાગરના કડાણાના પોપટીયા ગઢમાં પરંપરાગત આદિવાસીઓનો મેળો યોજાયો - આદિવાસી મેળો
🎬 Watch Now: Feature Video

મહિસાગર: જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ પોડરની અંધારીના પોપટીયા ગઢ ખાતે પોપટીયા ભીલની યાદોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી પરંપરા મુજબ મેળાની રમઝટ જામી હતી. પોપટીયા ગઢ મહીસાગર માતાને કાંઠે કડાણા ડેમની સામે આવેલ પોપટીયા ભીલની ગુફા આવેલી છે. જ્યાં જુના ભીલ રાજાના તેમજ અવશેષો નિહાળવા મોટી સંખ્યામાં આદિવાસીઓ ઊમટી પડ્યા હતા. આ મેળામાં કડાણા અને સંતરામપુર આદિવાસી ભાઇઓ પોતાની પરંપરાગત રીત-રીવાજ મુજબ ઉજવણી કરી હતી. આ મેળામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો ઉમટી પડયા હતા. પોપટીયા ગઢ પોપટીયા ભીલની યાદ તાજી કરાવતું આદિવાસી માટે શ્રદ્ધા કેન્દ્ર છે અને પર્યટકોનુ પર્યટન સ્થળ, ઈતિહાસકારોનું ઐતિહાસિક સ્થાન અને પુરાતત્વ ખાતા માટે સંસોધન કેન્દ્ર બન્યું છે. આ મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યમાંથી તમામ ભીલો રેજો લઈને રેલીમાં જોડાઈ પોપટીયા ગઢ ખાતે આદિવાસી નૃત્ય સાથે રવાના થયા હતા.