4.15 કલાકે વાગ્યે અમદાવાદ મહાનગરપાલિકાની સ્થિતિ - સ્થાનિક સ્વરાજ ચૂંટણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10718522-thumbnail-3x2-ahdd.jpg)
અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં 4.15 કલાકે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30.49 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો છે. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડર છે.