PCRવાનમાં બનાવેલો આરોપીનો ટિકટૉક વીડિયો વાયરલ થતાં પોલીસ શંકાના ઘેરામાં
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં ટિકટોક વીડિયો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. અગાઉ પણ પોલીસ અધિકારીઓના ટિકટોક વીડિયો વિવાદમાં સપડાયા હતાં. જેમાં વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકની PCR વાન નંબર 10માં બનેલો ટિકટોક વિડિઓ શુક્રવારે વાયરલ થયો હતો. જે PCR વાનમાં બેઠેલા આરોપી યુવકે બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ તેના મિત્રોની મદદથી આ વિડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થતાં લક્ષ્મીપુરા પોલીસ પણ હરકતમાં આવી છે અને બહારથી વીડિયો બનાવનાર યુવકોની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે,લક્ષ્મીપુરા પોલીસ મથકની આ GJO6 G 1807 નંબર પ્લેટ લાગેલી આ વાન છે. જેની પાછળના ભાગે અંગ્રેજીમાં PCR વેન નંબર 10 લખેલું છે. હાલ,તો આ આરોપીએ પોતાના મિત્રની મદદથી વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ PCR વાનમાંથી બનેલો ટિકટોક વીડિયો બન્યો હોવાથી પોલીસની કામગીરી શંકાના દાયરામાં મૂકાઈ છે.