અરવલ્લીના મોડાસામાં પોલીસે છાપો મારી મોટી સંખ્યામાં પશુઓને ઝડપ્યા - Modasa Police
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં પોલીસે છાપો મારી મોટી સંખ્યામાં પશુઓને ઝડપ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ પશુઓને કતલખાનાના ઉપયોગમાં લેવામાં આવવાના હતા. મોડાસા નગરના પહાડપુર પર આવેલા કસ્બા નજીક મોટી સંખ્યમાં પશુઓને પોલીસે ઝડપ્યા હતા. બાતમીના આધારે પોલીસ વિભાગની વિવિધ ટીમો દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત માલધારી યુવા સંગઠન, વીએચપી અને કરણીસેનાના સભ્યો પણ જોડાયા હતા. ઘટનાના પગલે તંગદિલી ન સર્જાય તે માટે LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.