મોરબી: ટંકારાના લજાઈના તલાટીની ફરજમાં રૂકાવટ, પોલીસ ફરિયાદ - morbi news
🎬 Watch Now: Feature Video
મોરબી: રાજકોટના રહેવાસી અને લજાઈ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પુજાબેન ગણેશભાઈ ભેંસદળીયાએ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ કરી છે. તેઓ તલાટી કમ મંત્રી તરીકે સરકારી ફરજ પર હતા. જે દરમિયાન આરોપી પંકજ દયારામ મસોત અને અમૃત આલાભાઇ ચાવડાએ ફરિયાદીની કાયદેસર સરકારી ફરજ રૂકાવટ કરી તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરિયાદીના કહેવા છતાં તાળાબંધી કરવાનો પ્રયત્ન કરી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.