લોકડાઉનમાં માનવતા ભુલી પોલીસ, એમ્બ્યુલન્સ ચાલકને પોલીસે ધોકાવ્યો - રાજકોટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6614445-thumbnail-3x2-final.jpg)
રાજકોટઃ ગોંડલથી રાજકોટ મૃતદેહ મૂકવા જઈ રહેલા માનવ સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરૂને પોલીસે માર માર્યો હતો. પોલીસના દંડાનો ભોગ બનેલ એમ્બ્યુલન્સ ચાલકે ઈજાગ્રસ્ત હાલતમાં યુવકના મૃતદેહને રાજકોટ પહોચાડ્યો હતો. પોલીસના દંડારાજનો ભોગ બનેલા સેવાભાવી ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લોકડાઉનમાં માનવતા નેવે મૂકનાર પોલીસ સામે કડક પગલા ભરવાની માંગ સાથે સેવાભાવી લોકોએ તમામ સેવા સ્થગિત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.