ભાવનગરઃ 3 દિવસથી અવિરતપણે વરસતા વરસાદથી જન-જીવન પ્રભાવિત
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ વર્ષ 2020ના ચોમાસાના પ્રારંભથી જ ભાવનગર જિલ્લામાં વરસાદની અછત જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ માત્ર એક અઠવાડિયાથી ભાવનગર જિલ્લામાં વરસી રહેલા વરસાદે અછતના ચિત્રને ધરમૂળથી બદલી નાખ્યું છે. જેમાં ગત 3 દિવસથી વરસતા વરસાદને પગલે હાલ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના તાલુકાઓ અને ગામડાઓમાં અવિરત વરસાદ શરૂ છે. પરિણામે શેત્રુંજી, કેરી, માલણ, બગડ, ભાદ્રોડી સહિતની નદીઓમાં પૂર આવ્યાં છે. આ રીતે અવિરતપણે વરસાદ શરૂ રહેશે, તો ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાની જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત ગામડાઓમાં આવેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થયાં છે.