વડોદરાઃ ખટંબામાં આવાસ યોજનાના મકાનનો કબ્જો ન મળતા લાભાર્થીઓ મુશ્કેલીમાં
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના નજીકના ખટંબા ગામમાં વર્ષ 2016માં આવાસ યોજનાનું કામ શરૂ થયું હતું. જે 2019માં પૂરું થઈ ગયું હતું અને 2019માં જ ડ્રો થયો હતો. આ આવાસ યોજનાના તમામ મકાનોમાં લાઈટ, પાણી તથા ગટર સહિતની તમામ સુવિધાઓ આવી ગઇ હોવા છતાં પણ આ મકાનોના લાભાર્થીઓને મકાનનું પઝેશન નહીં અપાતા ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓની હાલત કફોડી બની છે. એકબાજુ મકાનોના ભાડા અને બીજી બાજુ લોનના હપ્તા ભરવાની પરિસ્થિતિને કારણે તમામ લાભાર્થીઓની આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે. આજે શહેરના કારેલીબાગ ખાતે આવેલ વુડા કચેરી ખાતે 24થી 30 જેટલા લાભાર્થીઓએ વુડાના ચેરમેન સમક્ષ રજૂઆત કરી મકાનોના દસ્તાવેજોનું કાર્ય પૂર્ણ કરી મકાનનું પઝેશન આપી દેવાની માંગ કરી હતી.