thumbnail

By

Published : Feb 12, 2020, 8:36 PM IST

ETV Bharat / Videos

ભારતીય કિસાન સંઘે મગફળીની ખરીદીની તારીખ લંબાવાની માગ કરી

જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ગુરૂવારે બંધ થઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં આ ખરીદી હજુ શરૂ રાખવામાં આવે તેવી માગ ભારતીય કિસાન સંઘે કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગુરૂવારના રોજથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવી રહી છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં 39 હજાર કરતાં વધુ ખેડૂતો હજુ પણ મગફળી વેચવાની બાકી હોયને કારણે ભારતીય કિસાન સંઘ જૂનાગઢ દ્વારા રાજ્યના કૃષિ અને પુરવઠા પ્રધાનને પત્ર લખીને જુનાગઢ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદી કેન્દ્રની તારીખમાં વધારો કરવાની માગ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.