જનતા કરફ્યૂઃ પટણવાસીઓએ થાળી વગાડી વહીવટી તંત્રનું અભિવાદન કર્યું - ઘંટનાદ
🎬 Watch Now: Feature Video

પાટણઃ કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને અજગર ભરડામાં લીધું છે. દેશ સહિત ગુજરાતમાં કોરોના વાઈરસની દહેશત જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહામારીને ફેલાતી અટકાવવા માટે દેશવ્યાપી આપેલા જનતા કરફ્યૂને પાટણ શહેર સહિત જિલ્લામાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. કોરોના વાઈરસ અંગેની લોકોમાં જનજાગૃતિ લાવવા માટે જોતરાયેલા વહીવટી તંત્રના અધિકારીઓ, આરોગ્ય તંત્ર, પોલીસ તંત્રની કામગીરીને બિરદાવવા માટે જનતા કરફ્યૂમાં સાંજ સુમારે પાટણવાસીઓએ મહોલ્લા, પોળો, સોસાયટીઓ તેમજ છત પર થાળી વગાડી, તાલીઓ પાડી મંદિરોમા ઘંટનાદ કરી તંત્રની કામગીરીને બિરદાવી હતી.