ઝારખંડના પરિણામોનો ઉત્સાહ, પાટણ કોંગ્રેસે કરી ઉજવણી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5473266-thumbnail-3x2-patan.jpg)
પાટણઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ગઠબંધનની સ્પષ્ટ બહુમતીથી વિજય થતા પાટણ કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ સોમવારે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમા પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ઝારખંડમાં વધુ એકવાર સરકાર બનાવવાના ભાજપના દાવા ઉપર પાણી ફરી ગયું છે અને ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધનનો 40થી વધારે સીટો ઉપર ઝળહળતો વિજય થયો. તેના ઉત્સાહમાં પાટણ કોંગ્રેસે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી.