ગુજરાત ગૌરવઃ જુઓ ગુજરાતનું પેરિસ... - PARIS
🎬 Watch Now: Feature Video
ધર્મજઃ આપણો દેશ વિવિધ સંસ્કૃતિ અને સભ્યતાને કારણે વિશ્વભરમાં ઓળખ ધરાવે છે, તો બીજી તરફ દેશના અંતરિયાળ ગામડાની બિસ્માર હાલ પણ દેશની જ એક ઓળખ સમાન બની ગઇ છે. પરંતુ આજે આપણે એક એવા ગામની મુલાકાત લઈશું, જેને ગુજરાતના પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. બધી જ સુખસુવિધાઓથી ભરપૂર અને વિદેશની ધરતી પર આપણા સંસ્કારની સુગંધ ફેલાવનારા લોકોની અથાગ મહેનતનું ફળ એટલે ગામ ધર્મજ.