પાટણમાં પેરાગ્લાઈડિંગ વર્કશોપ યોજાયો - Patan Hemchandracharya North Gujarat University
🎬 Watch Now: Feature Video

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પાટણમાં સૌ પ્રથમવાર અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીના સહયોગથી પેરાગ્લાઈડિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં પાટણના યુવાનોએ ઉત્સાહભેર આ વર્કશોપમાં ભાગ લીધો હતો. ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનો પેરાગ્લાઈડિંગ વિશે જાણી શકે અને ભવિષ્યમાં તેના થકી પોતાની કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે આગળ ધપે તેવા ઉમદા હેતુથી પાટણમાં ૩ દિવસની તાલીમ શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.