પંચમહાલમાં મહિલાઓ માટે યોજાયો ઓનલાઈન જોબ ફેર - સ્વરોજગાર સંસ્થા
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: કોરોના મહામારી વચ્ચે શુક્રવારે પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે ખાસ ઓનલાઈન જોબ ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં 60 બહેનો ઇન્ટરનેટના માધ્યમથી જોડાઈને ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સાથે ઓનલાઇન યોજાયેલા ભરતીમેળામાં ભાગ લેનારી બહેનોને સ્વરોજગાર યોજનાઓની માહિતી મળી રહે, તે માટે જિલ્લા ઉદ્યોગ કચેરી, લીડ બેંક અને વડોદરાની સ્વરોજગાર સંસ્થાઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.