સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં, પ્રસાશને કહ્યું- ફી નહીં ભરનારા વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ થશે બંધ - એસ.ડી.જૈન સ્કૂલનો વાયરલ ઓડિયો
🎬 Watch Now: Feature Video
સુરત: વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી. જૈન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલ પ્રસાશન દ્વારા વાલીઓને ફી માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઓડિયોમાં સ્કૂલ પ્રસાશન કહી રહ્યું છે કે, 20 તારીખ સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે. જેથી એક વાલીએ આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે.