વડોદરા ગ્રામ્યમાંથી કોરોના વાઇરસનો વધુ એક રિપોર્ટ પોઝીટીવ - શહેરમાં વધુ એક કેસ
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેરના સાવલી ગ્રામ્ય વિસ્તારમાં ફરી કોરોના વાઇરસનો કેસ નોંધાયો છે. જેમાં અજબપુરા મીઠાપુર ગામથી કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી પત્નિ અને બાળકો સાથે સાસરે આવેલા જમાઇનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે પત્નિ અને બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વહીવટીતંત્રએ હાલમાં આ સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.