નવસારીમાં દુકાનોના પ્રોપર્ટી કાર્ડનાં છેલ્લા નંબરોને આધારે લાગુ થશે ઓડ-ઇવન સીસ્ટમ - Municipality
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7266300-431-7266300-1589899826474.jpg)
નવસારીઃ જિલ્લો કોરોના મુક્ત બનવા સાથે જ ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યો છે. દરમિયાન લોકડાઉનના ચોથા ચરણમાં શરતોને આધીન સરકારે મંગળવારથી દુકાનો ખોલવાની છૂટછાટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા બજારોમાં દુકાનો ખોલવા માટે ઓડ-ઇવન સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. ત્યારે નગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં દુકાનોના પ્રોપર્ટી કાર્ડના છેલ્લા નંબરોને આધારે ઓડ-ઇવન સીસ્ટમનું પાલન કરાવશે. જોકે શહેરમાં મુખ્ય શાકભાજી માર્કેટ શરૂ થવાની કોઈ સંભાવના દેખાતી નથી, જોકે પાલિકાએ શાકભાજી વિક્રેતાઓને શાકભાજી વેચવા માટે પાસ ઈશ્યુ કર્યા છે.